નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws 2020) વિરુદ્ધ દિલ્હીની બોર્ડર પર થઈ રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) નો આજે 20મો દિવસ છે. સોમવારે ભૂખ હડતાળ કર્યા બાદ હવે ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે તેઓ ખેડૂત કાયદા રદ કરાવ્યા વગર ધરણા સ્થળોથી હટશે નહીં. ખેડૂતો (Farmers) આજે બેઠક કરીને આંદોલનની આગળની રણનીતિ તૈયાર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે આજે PM મોદી ગુજરાતના ખેડૂતોને મળશે, જાણો વિગતવાર કાર્યક્રમ


સરકારની નીતિ અને દાનત બંને ચોખ્ખી
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar)  કહ્યું કે સરકારની નીતિ અને દાનત બંને ચોખ્ખી છે. જો ખેડૂતો તરફથી વાતચીતનો કોઈ પ્રસ્તાવ આવશે તો સરકાર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે  કહ્યું કે નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે. આથી સરકાર આ કાયદાને કોઈ પણ સંજોગોમાં પાછા ખેંચશે નહીં. 


10 સંગઠનોએ કૃષિ કાયદાનું કર્યું સમર્થન, કૃષિ મંત્રી બોલ્યા- UPથી કેરલ સુધી કિસાનો સાથે છે


ખેડૂત આંદોલનના કારણે ગાઝિયાબાદમાં ટ્રાફિક જામ
આ બાજુ ખેડૂતોની ભૂખ હડતાળના કારણે હજારો લોકોએ સોમવારે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં મુશ્કેલીઓ ઝેલવી પડી. હકીકતમાં સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી દિલ્હી ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા. તેમના સમર્થનમાં દિલ્હી મેરઠ હાઈવે ઉપર પણ ખેડૂતો  ધરણા પર  બેસી ગયા હતા. ટ્રાફિક જામ થઈ ગયો. આ બધા વચ્ચે ખેડૂતોએ દેશભરમાં જિલ્લા મુખ્યાલયોમાં ધરણા ધરીને નવા કાયદાનો વિરોધ પણ કર્યો. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube